Main Menu

બગસરા કૉંગ્રેસ શાસિત નગરપાલિકા સામે ભાજપ ના આગેવાનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા…શહેર મા રોડ રસ્તા ગંદકી જેવા પડતર પ્રશ્નને વારંવાર નગરપાલિકા મા રજુઆત તેમ છતાં કોઈ પરિણામ નહીં..જુઓ

[wpdevart_youtube]KiiQLRVV68I[/wpdevart_youtube]બગસરા નગરપાલિકાએ વિવિધ પ્રશ્‍નો ટલ્‍લે ચડાવી દેતા શહેર યુવા ભાજપ પ્રમુખે આજથી પાલિકા સામે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરેલ છે. આજે પ્રથમ દિવસે અન્‍ય સાત ભાજપી કાર્યકરો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
વિગત અનુસાર કોંગ્રેસ શાષીત નગરપાલિકા ર્ેારા શહેરનાં વિવિધ પ્રશ્‍નો જેવાકે પાલિકામાં ચિફ ઓફિસરની અનિયમિતતા તિરૂપતિ સોસાયટીને રસ્‍તા પ્રત્‍યે ઓરમાયુ વર્તન, ભુગર્ભ ગટરની સફાઈ ચોમાસાનાં પાણી નિકાલ જેવા અનેક પ્રશ્‍નોઉકેલવા આજથી ઘણા સમય પહેલા શહેર ભાજપ યુવા પ્રમુખે પાલિકા પ્રમુખ તેમજ કલેકટર અમરેલીને લેખિત જાણ કરવામાં આવેલ. તેમ છતાં નિંભર તંત્ર ર્ેારા ઉપરોકત પ્રશ્‍ને કોઈ પગલા ન લેવાતા આજથી પાલિકાનાં પટાંગણમાં શહેર યુવા ભાજપ પ્રમુખ વિપુલ કાછડીયાએ આમરણાંત ઉપવાસનું રણશીંગુ ફુંકયું છે. તેમનાં ટેકામાં ભાજપનાં જયેશ કારીયા, ચંદુ પરમાર, અમૃત પરમાર, ધનસુખ વાળા, દામજી હડીયલ, રેખા પરમાર સહિતનાં આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
પ્રશ્‍નોનું નિરાકરણ નહીં થાય ત્‍યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી ઉચ્‍ચારેલ છે.