Main Menu

રાજુલા પ્રાંત કચેરી સામે જાન દેગે જમીન નહિ દેગે..ના સૂત્ર સાથે આંદોલન મામલો..આંદોલનના પાંચમા દિવસે એક વૃદ્ધા અને એક બાળકની તબિયત લથડી

રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન ઉપર દરિયાકાંઠા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ફાર્મ અને GHCL કંપની સામે ચાલી રહેલ આંદોલન નો પાચમો દિવસ,પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા મહિલા બાળકો સહિત ના લોકો છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે
છતાં પણ આ તંત્ર નાં પેટનું પાણી હાલતું નથી લોકો પોતાની રોજી રોટી માટે ઉપવાસ કરી રહ્યા છે
આમ‌ તો રવિવારની રજા ના કારણે સરકારી બાબુઓ ને આરામ ફરમાવી રહ્યા છે જ્યારે મજૂર વર્ગના લોકો રવિવારે પણ પ્રાંત કચેરી રાજુલા સામે ઉપવાસ આંદોલન શરૂ રાખ્યું હતું
પાંચમા દિવસે આંદોલનમાં એક 80ના વૃધ્ધા ગુજરીમાં મોધીબેન નનાભાઈ અને એક 5 વર્ષનાં બાળક સાંખટ સુમીત જીવનભાઈ ની તબિયત લથડી હતી.

સારવાર માટે ની પણ ના પાડી હતી વૃધ્ધા માજી એ કહ્યું હતું કે અમોને હમારો હક્ક અધિકાર નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે અને જીવ જાય તો પણ પરવા નથી લોકો ભુખ્યા પોતાના હક્ક માટે આંદોલન કરી રહ્યા છે
જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્ર ની હોય છે ત્યારે નાયબ કલેકટર સાહેબ આંદોલન ની મુલાકાત પણ નથી લીધી કે લોકો ની ખબર પણ નથી પુછી જ્યારે નાયબ કલેકટર સાહેબ ને કોલ કરતાં સાહેબે કહ્યું કે એ લોકોને કહો પરવાનગી લઈ આંદોલન કરે
ગામોના લોકો દરરોજ આવેદનપત્ર આપે છે છતાં પણ પરવાનગીની વાત કરે છે આ પર થી સાબિત થાય છે કે નાયબ કલેકટર ને કાંઈ પડી નથી બે-ત્રણ લોકોની તબિયત લથડી છતાં પણ સરકારી બાબુઓ એ ડોક્ટર ને જાણ ના કરી હતી અને મોડે મોડે ડોક્ટર ની ટીમ પ્રાંત કચેરી ખાતે આંદોલન છાવણીએ પહોંચી હતી અને સારવાર કરવામાં આવી હતી સરકારી બાબુઓને સામાન્ય લોકો ની પરવા જ નથી જ્યારે નેતાઓ માટે અડધી રાતે પણ દોડી જાય છે