Main Menu

સૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવામાં આવી

તાજેતરમાં સૌરાષ્ટ્ર માં થયેલા વિવિધ અકસ્માતો માં પુ.મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવા માં આવી છે.ગત તા.૨૮-૪-૧૮ ને દિવસે સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારમાં અકસ્માત થયા હતા.એમાંથી ગારીયાધાર ના પરિવાર ને ચુડા નજીક થયેલ અકસ્માત તથા સરધાર માં થયેલ અકસ્માત અને સુરેન્દ્રનગર ના મુસ્લિમ પરિવાર ને હરીપર નજીક થયેલ અકસ્માત મુખ્ય છે.આ દુખદ ઘટના માં કુલ ૧૧ લોકો એ પોતાના જાન ગુમાવ્યા છે.શ્રી ચિત્રકૂટ તલગાજરડા તરફ થી પુ.મોરારી બાપુ એ મૃતકો ના પરિવાર ને સાંત્વના પાઠવી છે અને એમના માટે પ્રાથના કરી શ્રધાંજલિ આપી છે.શ્રી હનુમાન જી ની પ્રસાદી તરીકે પ્રત્યેક મૃતક ને રૂપિયા પાંચ હજાર ની સહાય પણ મોરારી બાપુ એ મોકલાવી છે.આ રાશી રામકથા ના શ્રોતા ઓ દ્વારા એમના પરિવારજનો ને પહોચાડવા માં આવશે તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતું.