Main Menu

બાબરામાં મુસ્લિમ પરિવાર દ્વારા સમુહ શાદી

હિન્દુ – મુસ્લીમ કોમી એકતાના પ્રતિક સમા હઝરત પીર ભંગડશાવલીમાં ઉર્ષશરીફના મુબારક મૌકા ઉપર બાબરા તાલુકાના સમસ્ત સુન્ની મુસ્લીમ જુમાત દ્વારા મુસ્લીમ સમાજની કનિદૈ લાકિઅ ૧૪ દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. દાતા હાજી સતારભાઇ સુલેમાનભાઇ સૈયદ દ્વારા તમામ દિકરીઓને લખલુંટ કરીયાવરની ભેટ આપવામાં આવી કનિદૈ લાકિઅ હતી. આ પ્રસંગે અકિલા હિન્દુ – મુસ્લીમ સમાજના આગેવાનો બિરાદરો તથા સંતોની ઉપસ્થિતિ રહેવા પામી હતી. ૯૬ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર કનિદૈ લાકિઅ દ્વારા બાબરાની કોમી એકતા બિરદાવી અને સમુહલગ્નોત્સવ થકી થતા ફાયદા અને આર્થિક અકીલા બચત, સમય બચત સાથે ગરીબ પરિવારની દિકરી પ્રત્યે પ્રેમ ઉજાગર કનિદૈ લાકિઅ કરી એક વડીલ વંદના, દાતા વંદના ગણાવી હતી. મુસ્લીમ સંત શ્રી સોયબબાપુ કાદરી દ્વારા નિકાહવિધી કરાઇ હતી. સુન્ની મુસ્લીમ જુમાતના બુઝુર્ગ પૂર્વ કનિદૈ લાકિઅ પ્રમુખ મુસાભાઇ મામદભાઇ ચોટલીયાના માર્ગદર્શન મુજબ પ્રમુખ યુનુશભાઇ, ઉપપ્રમુખ રહીમભાઇ અજમેરીની વ્યવસ્થા ટીમ દ્વારા સફળતા માટે જહેમત ઉઠાવી કનિદૈ લાકિઅ હતી. દાતા પરિવારના સતારભાઇ સૈયદ દ્વારા આગામી વર્ષે પણ સમુહ શાદી યોજવા જાહેર એલાન કરી પોતાની દિલેરી નોંધાવી હતી. આ તકે ધારાસભ્યશ્રી ઠુંમરનું કનિદૈ લાકિઅ સુન્ની મુસ્લીમ જુમાત દ્વારા સન્માન થયુ હતુ.