Main Menu

કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી…રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું ??…જુઓ

બેંગલૂરુઃ કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી છે. અહીં તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપ ની હવા નહીં પરંતુ આંધી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ઈઝ ઓફ ડૂઈંગ મર્ડર સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, બે દળમાં રાડકીય મતભેદ હોઈ શકે પરંતુ સામાજિકતા અને સન્માન એક સરખું રાખવું જોઈએ. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાજી જ્યારે પણ દિલ્હી આવ્યા ત્યારે મે તેમનું સન્માનથી સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જે નિવેદન આપ્યું તે શર્મનાક છે. મોદીએ અહીં કહ્યું કે, અમે ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપ્યું છે. જ્યારે કોંગ્રેસ ઈઝી ઓફ ડૂઈંગ મર્ડરને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે આ જ સંસ્કૃતિનો ઉછેર કર્યો છે. કર્ણાટકમાં જે પ્રમાણે ભાજપના કાર્યકર્ચાઓની હત્યા કરવામાં આવી છે તે શર્મનાક છે. કોંગ્રેસ આ હિંસા માટે નિશ્ચિત રીતે જવાબ આપવો પડશે.