Main Menu

લગ્નના જમણવારમાં ભોજન બાદ 100થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ…તમામ ને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા…જુઓ

કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં આજે એક લગ્નપ્રસંગમાં બપોરે જમણવાર હતો. મહેમાનો સહિત ગામના લોકો જમ્યા હતા. પરંતુ 100થી વધુ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં 108 તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ કેશોદના ખીરસરા ગામે પ્રવીણભાઇ જીણાભાઇ ગોંડલિયાના પુત્રના આજે લગ્ન હોય. બપોરે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં સગા-સંબંધીઓ સહિત ગામલોકોએ ભોજન લીધુ હતું. પરંતુ બાદમાં ફૂડ પોઇનિંગની અસર થતા 100થી વધુ લોકોને કેશોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની અસર દૂધની બનાવટ રબડીને કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેશોદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા છે. વંથલી, માણાવદર, માળિયા અને ગડુની 108ને બોલાવવામાં આવી છે. ડોક્ટરોની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. 2 મહિલાને વધુ અસર થતા સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.