Main Menu

સુરતના તબીબની પત્નીની હત્યા…સાપુતારા પાસેથી લાશ મળી

સુરતના લંબેહનુમાન રોડનાં પંચરત્ન ટાવરમાં રહેતા હોમિયોપથી તબીબની પત્નીની હત્યા કરાયેલી લાશ સાપુતારા નજીકથી શનિવારે મળી હતી. જેનું ગળું દબાવી હત્યા અન્યત્ર કર્યા બાદ હત્યારા લાશ અહીં ફેંકી ગયા હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે સુરતથી સાપુતારા સુધીના માર્ગ પર આવતા સીસી કેમેરા ચેક કરવાની કામગીરી આરંભી છે. આ રીતે યુવાન પરિણીતાની હત્યા કરાયેલી લાશ મળતાં રહસ્યના આટાપાટા સર્જાયા છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સાકરપાતળ ગામ નજીકનાં કુંડા ફાટક પાસે પુલ નીચેથી ગત શનિવારનાં રોજ એક અજાણી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. જે મહિલા મૃતકનાં વાલીવારસાની ભાળ સોમવારે મળી જતા આ કેસ નવા વળાંક સાથે ભેદી બની ગયો છે.