Main Menu

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ

સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજથી  થી 31 મેં સુધી સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ  થયો  છે  ભાવનગર શહેર  માં આવેલા બોરતળાવ ને આજે ઉંડાંઉતારવાની કામગીરી સ્થાઈ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ આજથી શરૂ  થયો છે આજે ભાવનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે ,સંસદ સભય ભારતીબેન શિયાળ અને મેયર નિમુબેન બામભણીયા સહિત ના મહાનુબાવો ની હાજરી માં આ કામ શરૂ  કરવામાં આવ્યું હતું  સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં તળાવો ઊંડા ઉતારવા,કેનાલો સાફ કરવી,નદીઓ પૂર્ણ જીવિત કરવી , ચેકડેમો અને જળાશયો નું રીપેરીંગ જેવા કુલ મળીને ૪૧૬ જેટલા કામો કરવાના છે જેમાં ૨૦૮૦૮ જેટલી મશીનરી નો ઉપયોગ કરવામાં આવશે જીલ્લામાં કુલ ૧૦ તાલુકામાં થનારા આ કામ પાચલ નો ખર્ચ ૨,૪૬,૦૦૦૦ થનાર છે આજે સવારે વિભાવરીબેન દવે એ પોતે જાતે જે સી બી એમસીન ચલાવી ને આ કામ નો પ્રારંભ કરાવ્યો હતો.