Main Menu

રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અભિનંદન પાઠવતા પૂર્વ જી.પં.પ્રમુખ શરદ લાખાણી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના બનાવી ને ગુજરાત ના તમામ તળાવો ઊંડા કરવા તેમજ ચેકડેમ રીપેરીંગ કરવા માટે ની આ યોજના ગુજરાત ના જીવમાત્ર ની ક્લ્યાણકારી યોજના છે.જેને હું બિરદાવું છું તેમજ રાજ્ય ની ભાજપ સરકાર ને અભિનંદન પાઠવું છું.અમરેલી તાલુકા ના મોજે ક્મીગઢ નું તળાવ જાળિયા ખાતે તળાવ-થોરડી નું તળાવ શેત્રુંજી નદી પર મેડી ગામ પાસે મેડી વિરમ ડેમ તરવડા ધર્મજીવન તળાવ બાબાપુર વાંકિયા શેત્રુંજી નદીનો ચેકડેમ તેમજ મોટા આંકડિયા નું તળાવ ઉપરોક્ત યોજના માં ખાસ કિસ્સા તરીકે કરવા માટે જીલ્લા ના પ્રભારી મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને કરવામાં આવેલ છે.ઉપરોક્ત ગામો ના તળાવો ચેકડેમ ઉડાજવા થી પીવાના પાણી તેમજ જમીન રહેલ પાણી ના તળ પણ ઉચા આવે તેમ હોય આ બાબતે માનવતાની રાહે સુજલામ સુફલામ યોજના માં સમાવવા ખાસ વિનંતી કરવામાં આવેલ છે.