Main Menu

જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર

જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવ નું મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર છે 70 વર્ષ પહેલાજ સ્થપાયેલું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવના 12 પ્રસિદ્ધ શિવલિંગો સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન, મહા કાળેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યયનાથ, નાગેશ્વર, કેદારેશ્વર, ત્રમ્બકેશ્વર, રામેશ્વર, ભીમાશંકર, વિશ્વેશ્વર, અને ધુષ્મેશ્વર શિવલિંગોના દર્શન થાય છે  ભોજા ભગત, જલારામબાપા ની મૂર્તિ સાથે સૂર્યનારાયણ ના દર્શન સહિત 9 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ની મૂર્તિઓનું સોનેરી સંગમ સ્થાન ધરાવતું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર માઈ મંદિર પણ છે સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે અનેક દેવી દેવતા ના વાસ ની અનુભૂતિ કરાવતા આ મંદિરમાં ભક્તોને અનેરી આસ્થા જોડાયેલી છે સાંધ્ય આરતી કાળે જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરનું વાતાવરણ અલૌકિક જોવા મળે છે જાણે સાક્ષાત શિવ ના દર્શન સાંધ્ય આરતી માં થતા હોય તેવી ભક્તોની ભીડ માં પૂજારી શંખનાદ કરીને આરતીનો શુભારંભ કરે છે