Main Menu

ખેડૂતોના પ્રશ્નો જમીન માપણી અંગે શું છે તે અંગે સીટીવોચ ન્યુઝ નો અમરેલી જીલ્લાના ખેડૂતોમાં સર્વે..જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામ…. ૪ હજાર ની વસ્તી ધરાવતા આ પીઠવડી ગામમાં ૨૦૦૯/૨૦૧૦ થી ૨૦૧૫/૨૦૧૬ દરમ્યાન ગુજરાત રાજ્યમાં ખેતરોના સર્વે નંબરની જમણી માપણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે પીઠવડી ગામમાં પણ જમીન માપણી થઇ ગઈ હતી આ જમીન માપણી હક્કીક્ત માં નિયમાનુસાર કરવાને બદલે કાગળ પર થઇ હતી જેના કારણે ગામના ખેતરો, વાડીઓના નકશા બનાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ હુલ ભરેલા છે ખેડૂતોના ખેતરોની હદ બદલાઈ ગઈ છે ખેતર લાંબા ટૂંકા અને આડા અવળા થઇ ગયા છે વાડી ખેતરોના શેત્રફળ માં ફેરફાર થઇ ગયા છે વાડીએ જવાના રસ્તાઓ નાબુદ થઇ ગયા છે નદી,નાળા, વૃક્ષો વગેરે ૨૩ બાબતો નકશામાં દર્શાવાની હતી તે તમામ માં ભૂલો આવી છે જે હવે ખેડૂતોના સાત બાર માં જોવા મળી રહી છે જેના કારણે પીઠવડી ના ભોતિક સુહાગીયા ની જમીનમાં ફેરફાર આવ્યો છે.ભરત ભાલાળા ની જમીન પણ કોઈ માપવા આવ્યું નથી પણ ૧ હેકટર ને ૪૫ ગુઠા જમીન હાલ હયાત છે પણ માપણી ના નકશામાં ૧ હેકટર ને ૩૦ ગુઠા જ જમીન સાત બાર ના નકશામાં બતાવી છે જયારે હયાત જમીન જે આકારમાં આવી છે તેનાથી વિપરીત જમીનનો નકશો આવતા ખેડૂત મુંજવણમાં મુકાયો છે માપણી માજ ગોટલા કર્યાનો ખેડૂત જણાવે છે તો ત્રણ ભાઈઓ વચે સહિયારી જમીન હોવાથી માપણી ફેરફાર થયો જેનો ભોગ ખેડૂત બની રહ્યા છે અને ઘરમાં કંકાસ થતો હોવાનું ખેડૂત જણાવે છે ત્યારે પીઠવડી ના મહીલા સરપંચ મુક્તાબેન સુહાગીયા એ ગ્રામસભા બોલાવીને ઠરાવ કરીને મામલતદાર ને ફેર જમીન માપણી કરવાનો ઠરાવ સાથે પત્ર પાઠવ્યો છે.પીઠવડી ના સરપંચે સીટીવોચ ન્યુઝ  ને જણાવ્યું હતું કે પીઠવડી માં કોઈ જમીન માપણી કરવા આવ્યું જ નથી ને જેની ૫ હેક્ટર જમીન હતી તેની ૨ હેકટર કરી નાખી છે ૨ હેકટર હતી તેની જમીન વધારી દીધી છે જમીન માપણી ને લઈને ગામમાં વિવાદ પણ વધતા ગ્રામસભા બોલાવીને મામલતદાર ને લેખિતમાં જાણ કરીને ફેર જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજી કરવાને બદલે આખા ગામની જમીન માપણી કરવાની રજૂઆત હાલ પાંચ દિવસ પહેલાજ કરવામાં આવી છે.