Main Menu

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્‍યાણ મહોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવ કાર્યક્રમ
યોજવામાં આવ્‍યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજય સરકાર ખેડૂતો અને ગ્રામ વિકાસના કાર્યો માટે સતત કાર્યરત છે. ખેડૂતોએ જાગૃત્ત બની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ કિસાન પોર્ટલ જોતા રહેવું જોઇએ. ઇન્‍ટરનેટના માધ્‍યમથી યોજનાકીય વિગતો અને માહિતી-માર્ગદર્શન સરળતાથી મળી રહે છે.
સાસંદશ્રીએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન સમયે પાક પધ્‍ધતિમાં પરિવર્તન લાવીને વધુ
ઉત્‍પાદન મેળવી શકાય છે. સોઇલ હેલ્‍થ કાર્ડના ફાયદાઓ જણાવી જમીન ચકાસણી કરાવી નફાકારક ખેતી-પાકની વિગતો જણાવી હતી. જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરાએ જણાવ્યું કે, ખેતી-ખેડૂત સમૃધ્ધ કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે. ખેતીવાડી-બાગાયત- પશુપાલનની યોજનાઓમાં સહાય અમલી છે ત્‍યારે તેનો યોગ્ય ઉપયોગ કરવા ખેતીમાં પરિવર્તન લાવવા અનુરોધ કર્યો હતો. ખર્ચાળ ખેતીને બદલે વૈજ્ઞાનિક ખેતી અપનાવીએ. જુનાગઢ કૃષિ યુનિ. સંશોધન નિયામકશ્રી ચોવટીયાએ, કપાસ-મગફળીમાં ગુલાબી ઇયળ-ઘૈણના નિયંત્રણ, પાક ઉત્‍પાદન વધારવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા માટેનું માર્ગદર્શન આપ્‍યું હતુ. શાબ્‍દિક સ્‍વાગત કરતા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયાએ વૈજ્ઞાનિક અભિગમ-ટપક સિંચાઇ-બાગાયતી પાક અપનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશ બાવીશીએ કર્યુ હતુ. પ્રગતિશીલ ખેડૂતો-પશુપાલકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. લાભાર્થીઓને સોઇલ હેલ્‍થ કાર્ડ અને ઉજ્જવલા યોજના તળે ગેસ કિટ તેમજ તાર ફેન્‍સીંગના લાભાર્થીને તેમની સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. પીઠવાજાળના સરપંચશ્રીને સૂક્ષ્‍મ નકશો અર્પણ કરવામાં આવ્‍યો હતો. છાશના દાતા અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્‍યું હતુ. પ્રગતિશીલ ખેડૂતોએ તેમના અનુભવો જણાવ્યા હતા. બાળાઓએ સ્‍વાગત કૃત્તિ રજૂ કર્યુ હતુ. વિવિધ સ્‍ટોલ્સ-પ્રદર્શન ગોઠવવામાં આવતા સાસંદશ્રી તેમજ મહાનુભાવોએ તેની મુલાકાત લીધી હતી.
ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સચિવશ્રી માલચંદ, શ્રી આશિષ શર્મા,
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી હિરપરા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, અગ્રણી સર્વશ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી ધીરૂભાઇ ગઢિયા, શ્રી મનિષભાઇ સંઘાણી, શ્રી પ્રાગજીભાઇ હિરપરા, શ્રી રંજનબેન ડાભી, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી રામભાઇ સાનેપરા, પદાધિકારી-અધિકારી- કર્મચારીશ્રીઓ અને ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.