Main Menu

રાજુલા પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ફરી સામાન્ય બેઠક મળતા પ્રમુખ તરીકે  બાઘુબેન વાણીયા ની સર્વાનુમતે બિનહરીફ વરણી

અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા નગરપાલિકા કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે અહીં ચૂંટણી માં કોંગ્રેસ ના 27 સદસ્યો ચૂંટાયા હતા અને ભાજપ ના એક સદસ્ય ચૂંટાયા હતા ત્યાર બાદ પ્રથમ પ્રમુખ તરીકે મહિલા અંતમત હોવાને કારણે મીનાબેન વાઘેલા ની વરણી કરવા માં આવી હતી ત્યાર બાદ અહીં કોંગ્રેસ માં ભંગાણ થયું હતું હતું અને પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકવા માં આવી હતી જે 10 દિવસ પહેલા અવિશ્વાસ પસાર થઈ ત્યાર બાદ આજે પ્રાંત અધિકારી ડાભી ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં 18 સદસ્યો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા ની વરણી થતા કોંગ્રેસ ના સદસ્યો અને કાર્યકરો દ્વારા સન્માન કરી મોં મીઠા કર્યા હતા.