Main Menu

કાઠી સમાજનું ગૌરવ વાળા પરિવારમાં પ્રથમ એમ.ડી.ની પદવી મેળવનાર ડો.વિજય વાળા

અમરેલી જિલ્‍લાના સમગ્ર કાઠી સમાજને ડો.વિજય વાળાએ એમ.ડી.(મેડીસીન)ની પદવી ઉચ્‍ચગુણ સાથે મેળવીને ગૌરવ અપાવ્‍યું છે. બાળપણથી જ અભ્‍યાસમાં પ્રથમ ક્રમ મેળવનાર ડો.વિજય વાળા જામનગરની મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરીને એમ.બી.બી.એસ. પછી એમ.ડી.(મેડીસીન) પદવી પ્રથમ શ્રેણીમાં મેળવી છે. તેમની આ
સિઘ્‍ધિથી સમગ્ર કાઠી સમાજ ખુબ જ ખુશીની લાગણી અનુભવે છે. ગાંધીનગર ખાતે પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી
બાવકુભાઈ વાળાના સુપુત્ર અને રાજયના ગૃહ વિભાગમાં ડેપ્‍યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી આશિષ વાળાના ભત્રીજા ડો.વિજય વાળાએ બાળપણમાં સ્‍વામિનારાયણ
ગુરૂકુળમાં અભ્‍યાસ કર્યો હતો. ત્‍યારબાદ તેમણે ધો.1રમાં ઉચ્‍ચગુણ મેળવી જામનગરની મેડીકલ કોલેજમાં મેરીટ આધારે પ્રવેશ મેળવીને આજે તે કોલેજમાંથી જ એમ.ડી.(મેડીસીન)ની પદવી પ્રથમ શ્રેણીમાં પાસ કરી છે. જ્ઞાતિના ગૌરવ સાથે તમામ સમાજને
તબીબી ક્ષેત્રે સેવા આપવાનીભાવના રાખનાર શ્રી વિજય વાળાને સર્વત્રથી અભિનંદન પ્રાપ્‍ત થઈ રહયા છે. તેમના પિતાશ્રી બાવકુભાઈ વાળા સમગ્ર જ્ઞાતિ સમાજની લાગણીઓ અને શુભેચ્‍છા બદલ આભાર વ્‍યકત કરી રહયા છે. મો.81604 3ર41પ