Main Menu

સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થા-વ્‍યક્તિગત દાતાઓના સહયોગથી જળસંચયના અનેકવિધ કામો પ્રેરણાદાયી

ગુજરાત સરકાર દ્વારા તા.૧ થી તા.૩૧ મે-૨૦૧૮ સુધી સુજલામ સુફલામ જળ
અભિયાન યોજવામાં આવ્‍યું છે. રાજયભરમાં મોટાપાયે હાથ ધરવામાં આવેલા જળયજ્ઞમાં સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થાઓ, રાજય સરકારના જાહેર સાહસો તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓ જોડાયા છે. રાજયની સાથોસાથ અમરેલી જિલ્‍લામાં જળયજ્ઞનો પ્રારંભ થયો છે. સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થાઓ તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓના સહયોગથી જળસંચયના અનેકવિધ કામો કરવામાં આવી રહ્યા છે, તેમનો આ ઉમદાસેવા કાર્ય માટેનો સહયોગ પ્રેરણાદાયી છે. જિલ્લામાં તળાવ ઉંડા કરવા, તળાવની આજુબાજુ સફાઇ કરવી, હયાત ચેકડેમ-તલાવડીઓ, જળાશયોને ઉંડા ઉતારવા તેમજ નદીઓને પુનઃજીવિત કરવા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન એ અભિયાન જ નહી પરંતુ જળ આરાધના છે. રાજય સરકારે કરેલા આ અભિયાનના પ્રારંભથી ચોમાસા પૂર્વે જ વરસાદના વહી જતા પાણી સંગ્રહ માટેના પ્રયાસો શરૂ થયા છે, જેથી જમીનના તળ ઉંચા આવશે અને જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થશે. જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પાણી સંગ્રહ માટેના કાર્યવાહી શરૂ છે. અમરેલી જિલ્‍લાના કામનાથ, કુંભનાથ, શેડુભાર અને બગસરા-લીલીયા તાલુકા સહિતની જગ્યાઓ પર થયેલા વિકાસકાર્યોની તસવીરી અહેવાલ.