Main Menu

દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો ઘ્‍વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનાં 9માં દિવસે એક40 વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.જીએચસીએલ કંપની અને ભુમાફીયા સામે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ગુજરાતના જીલ્‍લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્‍યા હતા. ભાવનગરના બાડી-પડવા સુરકા સહિતના 1ર ગામનાં ચાલી રહેલા આંદોલન સમિતિના પ્રવિણસિંહ કનકસિંહ હનુભા સહિતના લોકોએ આંદોલન છાવણીની મુલાકાત લીધી તેમજ આ તકે ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા, રવુભાઈ ખુમાણ, અરજણભાઈ લાખણોત્રા સહિતનાં આગેવાનો તેમજ કોળી સમાજના કરણભાઈ પટેલ, મહુવાના વિજયભાઈ બારૈયાએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. તેમજ નવમાં દિવસે આંદોલનમાં બેસાયેલા લોકોએ કાળીપટ્ટી બાંધી સરકાર સામે રોષ વ્‍યકત કર્યો હતો. આ તકે લોકસમિતિ ગુજરાતનાં આંદોલનકારી મહિલા નીતાબેન વૈદ્યે પણ આંદોલનમાં હાજરી આપી હતી. તેમજ આ આંદોલનમાં દિવસે-દિવસે ગુજરાતના ખુણે ખુણેથી સામાજીક અને રાજકીય આગેવાનો પહોંચી રહૃાા છે અને આંદોલનને સમર્થન કરી રહૃાા છે.તેમજ આંદોલનના આઠમાં દિવસે નાયબ કલેકટરે એવું કહૃાું હતું કે, બહારના લોકો આંદોલનમાં બેઠેલા લોકોને ઉશ્‍કેરવાનું કામ કરો છો. આ નિવેદનના વિરૂઘ્‍ધમાં અશોકભાઈભાલીયા, વિજયભાઈ બારૈયાન, નીતાબેન વૈદ્ય, ભાણાભાઈ ગુજરીયા, જીલુભાઈ બારૈયા, અજય શિયાળ, રણછોડભાઈ બાંભણીયા સહિતના આંદોલનકારીઓ મોઢે પટ્ટી બાંધી બંધારણીય રોષ વ્‍યકત કર્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.