Main Menu

GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય

આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવા જઇ રહી છે. આ GST કાઉન્સિલની 27મી બેઠક છે. આ બેઠકમાં તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, કાઉન્સિલમાં અન્ય રાજ્યોના નાણામંત્રી સાથે અરૂણ જેટલી વીડિયો કોન્ફરન્સની મદદથી આ બેઠક કરશે.

ખાંડ પર લાગશે સેસ:
સૂત્રોનુસાર, GST કાઉન્સિલ ખાંડ પર 5% સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. અત્યારે સરકારે રાજ્યોને થઇ રહેલા નુકસાનની ભરપાઇ માટે સેસ વસૂલી રહી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં સરકારે શેરડીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 5.5 રૂપિયાની મદદથી મંજૂરી આપી છે. હજુ GSTમાં ઘણા પ્રકારના સેસ છે, જેમાં આયાતના સમાન પર એજ્યુકેશન સેસ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેસ, ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલ પર સેસ, રોડ સેસ અને તંબાકુ પદાર્શ પર સેસ મુખ્ય છે, બ્રાઝિલ પછી ભારત ખાંડની ઉત્પાદન કરનારો બીજો દેશ છે.

ડિજિટલ લેવડદેવડ પર છૂટ:
હાલમાં નોટબંધી પછી ફરી એક વખત કેશનું સંકટ ઉભું થયું હતુ. લોકોએ ડિજિટલ લેવડ-દેવડ વેપારીઓને કેશબેક પર વિચાર ચાલી રહ્યો છે, આ સાથે જ ગ્રાહકોને MRP પર પણ છૂટ આપવાનો પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રિટર્ન ફોર્મ સરળ બનાવાશે:
સૂત્રોનુસાર, GST રિટર્નને સરળ બનાવવા માટે પ્રસ્તાવ GST કાઉન્સિલની બેઠકના એજન્ડામાં ટોપ પર છે, જેમાં નવા રિટર્ન ફોર્મ પર ચર્ચા થઇ રહી છે. માર્ચમાં GST રિટર્નના 2 ફોર્મ પર ચર્ચા થઇ હતી, જેને સરળ બનાવવાનું કામ મંત્રીઓના એક ગ્રુપ સોંપવામાં આવ્યુ હતુ. આ અંગે નવા મોડલને મંત્રીઓને ગ્રુપ મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યુ છે, જેમાં ટેક્સપેયર્સ રિર્ટન ફાઇલ કરવાની જરૂર નહી પડે.

GSTN સરકારી કંપની બનશે:
GST કાઉન્સિલની આજની બેઠકમાં GSTNને સરકારી કંપની બનાવવા પર નિર્ણય કરી શકે છે. GSTN GSTનું સંપૂર્ણ IT નેટવર્ક જુએ છે. હાલમાં તેમાં તેમાં HDFC, ICICI બેંક, HDFC બેંક, NSE સ્ટેટેજિક ઈન્વેસ્ટમેન્ટ કંપની અને LIC હાઉસિંગનો 51% ભાગ છે. 49% ભાગ કેન્દ્ર અને રાજ્ય સરકારનો છે. હવે તેને સરકારી કંપની બનાવવામાં આવી શકે છે.

પેટ્રોલ, ડિઝલ પર નિર્ણય લેવો મુશ્કેલ:
હાલમાં ક્રૂડ ઑઇલની વધતી કિંમતને કારણે પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે સામાન્ય લોકોની તકલીફ વધી છે, લાંબા સમયથી પેટ્રોલ અને ડિઝલને GSTના વર્તુળમાં લાવવાની વાત ચાલી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા છે. તેનો નિર્ણય કરવો થોડો મુશ્કેલ છે કારણ કે રાજ્યોની આવકનો મોટો ભાગ પેટ્રોલ ડિઝલમાંથી આવે છે. આ પ્રસ્તાવ GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચાઈ શકે છે.