Main Menu

17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી તોફાનને પગલે દેશના ઉત્તર-પશ્ર્ચિમી રાજ્યોમાં બુધવારે ધૂળની આંધી સાથે ગર્જના થઈ હતી અને વરસાદ ત્રાટક્યો હતો અને ક્યાંક કરાનો વરસાદ થયો હતો. મોસમની આ ખરાબી અને તેનો આકરો મિજાજ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલું રહેવાની હવામાન ખાતાને આશંકા છે. ગરમીની સિઝનમાં આવનારા આવા તોફાનોને ‘કાળવૈશાખી’ના નામે ઓળખવામાં આવે છે અને આ એક પ્રકારની પૂર્વ ચેતવણી હોય છે પરંતુ આ વખતે જેઠ મહિનામાં આવું ઘાતક તોફાન આવ્યું છે માટે બધાને આશ્ર્ચર્ય છે. હજુ પણ આગામી 48 કલાકમાં બીજું ડસ્ટ સ્ટોર્ફ એટલે કે રેતીલું તોફાન આવી શકે છે તેવી આગાહી છે અને ચેતવણી આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના જિલ્લાઓમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચક્રવાતી તોફાનની આશંકા છે. રાજસ્થાનમાં વરસાદ થશે અને ક્યાંક કરાનો વરસાદ પડશે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આવેલ વાવાઝોડાએ મોટાપાયે નુકશાન પહોંચાડ્યું છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે તાબાહી થઈ છે. આ બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં કુલ 64 લોકોના મોત થયા છે, જેમાં આગ્રામાં સૌથી વધારે 36 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજસ્થાનમાં 32 લોકોના મોત નિપજ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે 48 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. એક વાર ફરી આ રાજ્યોમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે.
ઉત્તરપ્રદેશમાં વાવાઝોડામાં લગભગ 256થી વધારે ઢોરના મોત પણ નિપજ્યા છે
આ મામલામાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, તેમણે અધિકારીઓ અને મંત્રીઓને આદેશ આપ્યો છે કે, પ્રભાવિત વિસ્તારમાં બચાવ કાર્ય શરૂ કરે. તેમણે લખ્યું કે, સ્થિતિ પર કાબુ મેળવવા માટે સ્થાનિક કર્મચારીઓ હાલમાં કામે લાગ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રભાવિત જીલ્લાઓમાં બારે નુકશાન માટે વળતળ આપવાનો આદેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, હું મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરૂ છું. ઘાયલો ઝડપી સારા થઈ જાય તે માટે પ્રાર્થના કરૂ છું.
ઉત્તરપ્રદેશના આગ્રા મંડલમાં આવતા ખેરાગઢ, ફતેહબાદ, પ્નિાહટ અને અછનેરામાં વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે રાજસ્થાનના ભારપુર, ધૌલપુર, અલવર અને ઝુંજનું જીલ્લામાં સૌથી વધારે નુકશાન પહોંચ્યું છે. અહીં 100થી વધારે લોકો ઘાયલ થયા છે. સાથે ઘઉંના પાકને પણ મોટા પાયે નુકશાન પહોંચ્યું છે.