Main Menu

તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ

તળાજાના ગોરખી ગામેથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કલેકટરના હસ્તે તળાવો ઉંડા ઉતારવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા તળાવો ઉંડા ઉતારવાના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એનજીઆેની 50 ટકા લોકભાગીદારી થકી કાર્યક્રમનો ગોરખી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો. અધિક કલેકટર ડો.રાજેન્દ્ર પટેલએ શ્રીફળ વધેરીને પ્રારંભ કરાવ્યો. સુત્રોના જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકામાં કામોની સંખ્યા 46 નકિક કરવામાં આવ છે. 32 ગામોનો સમાવેશ થાય છે. જે ખેડુતોને માટી જોઇતી હોય તે ખેડુત મફતમાં જાતે માટી લઇ જઇ શકે છે. 10 દિવસ દરમ્યાન તળાવો ઉંડા ઉતારવામાં આવશે.
સરકાર અને લોકભાગીદારીના આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઆે, કાર્યકતાર્આે કેસરી ખેસ નાખીને પહાેંચી ગયા હતા.
જ્યારે કાેંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ કાેંગ્રેસના હોઇ તેઆેની સરકારી બાબુઆેએ જાણી જોઇને બાદબાકી કરી હોય તેવું જણાતું હતું. ભાજપના નેતાઆે ખાટવાનું ચુકયા ન હતા.