Main Menu

ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ

તાજેતરમાં ઓલઇન્ડીયા કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાવનગરના નેતા શકિતસિંહ ગોહિલની બિહારના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીમાં મહામંત્રી કનિદૈ લાકિઅ પદે નિયુકત કરાતા અને આ નિયુકિત બાદ સૌપ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગર પધારતા તેમનું આતીશબાજી સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. ભાવનગર કનિદૈ લાકિઅ શહેર કોંગ્રેસ અકિલા આગેવાનો કાર્યકરોનું સ્નેહમિલન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પુર્વે શકિતસિંહ ગોહિલે પત્રકારપરિષદને સંબોધતા કનિદૈ લાકિઅ જણાવ્યુ હતું કે, ભાવનગર સાથે મારો જુનો નાતો છે. ભાવનગરથી જ મારી રાજકીય અકીલા કારકીર્દી શરૂ થઇ છે. હાલમાં કોંગ્રેસપક્ષ દ્વારા મને બિહારનો કનિદૈ લાકિઅ પ્રભારી બનાવ્યો છે. અને પક્ષે મોટી જવાબદારી સોંપી છે. મારી માટે આ એક ચેલેન્જ છે. આ ઉપરાંત તેમણે ભાજપ સરકારની રીતીનીતી સામે ઉગ્ર રોષ કનિદૈ લાકિઅ વ્યકત કરતા અને ભાજપને આડેહાથ લેતા જણાવ્યુ હતું કે, અન્ય રાજ્યોના પ્રમાણમાં ગુજરાત રાજયનો વિકાસ થયો નથી. તે જ રીતે ભાવનગર શહેર જીલ્લાનો પણ કનિદૈ લાકિઅ વિકાસ થયો નથી રો-રો ફેરી સર્વિસ, આલ્કોક એશડાઉન તેમજ ખેડુતોના પ્રશ્નોને વાંચા આપતા શકિતસિંહે જણાવ્યુ હતું કે ઘોઘાના ખેડુતોને ન્યાય મળવો કનિદૈ લાકિઅ જોઇએ. ભાવનગરના પ્રાણ પ્રશ્નોને પણ વાંચા મળવી જોઇએ પરંતુ ભાવનગરમાં વેપાર ધંધાઓ ન હોવાથી ન છુટકે ભાવનગર વાસીઓ અત્યારે અમદાવાદ સુરત રાજકોટ કનિદૈ લાકિઅ તરફ જઇ રહ્યા છે. ભાવનગરના અલગ શીપબ્રેકીંગ યાર્ડ, હિરા ઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગ, સહીતના ઉદ્યોગો મૃતપાય હાલતમાં છે. લોકોને વેપાર ધંધો મળતો નથી. ઉપરાંત સરકારે રો-રો ફેરી સર્વિસની જે જાહેરાતો કરી હતી પરંતુ આ ફકત એક મુસાફરોને લાવવા લઇ જવાની સર્વિસ શરૂ થઇ છે. આ ઉપરાંત કલ્પસર યોજના સહિતની યોજના પણ ફકત કાગળો પર રહી છે. દરીયા વચ્ચે જઇ નારીયેળ નાખવાથી આ યોજના સફળ થવાની નથી ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓએ આ યોજનાના ઉદ્દઘાટન માટે ગુલમાંગો ફુંકી હતી પણ તેમા કશુ થયુ નથી. શકિતસિંહ તેમ પણ જણાવ્યુ હતુ કે જ્યારે અમારી કોંગ્રેસની સરકારી હતી અને ભાવનગરના પ્રશ્નને વાંચા નોતી મળતી ત્યારે અમોએ અમારી કોંગ્રેસ સરકાર સામે પણ આંદોલનો કરી ભાવનગરને મેડીકલ કોલેજો અપાવી છે. પણ ભાવનગરના ભાજપના નેતાઓમાં એટલી તાકાત નથી કે ભાવનગરના પ્રાણ પ્રશ્નો ઉકેલી શકે ફકત સસ્તી પ્રસિધ્ધી માટે નાના મોટા ઉત્સવો ઉજવે છે. આ ઉપરાંત ભાવનગરને જોડતી કઇ લાંબા રૂટની ટ્રેન નથી અવાર નવાર સરકારમાં રજુઆતો થાય છે. પરંતુ આ પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી. બ્રોડગેજનું કામ પણ ગોકળ ગાયની ગતીએ ચાલે છે. ઉપરાંત ભાવનગર બોટાદ વાયા ધંધુકા રૂટ ઉપર બ્રોડગેજનું કામ ઝડપથી થાય તો ભાવનગર અમદાવાદનો રૂટ ટુંકો થઇ જાય તેમ છે. ઉપરાંત ભાવનગરથી ડાયરેકટ સુરતની પણ ટ્રેન ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને વેકેશન તેમજ જાહેર રજાના દિવસોમાં લોકોએ અનેક અગવડો ભોગવવી પડે છે. જેનો સીધો લાભ ખાનગી ટ્રાવેલ્સ વાળા અને ખાનગી બસ વાળા લોકોને લુટે છે. અને ઉઘાડી લુટ ચલાવે છે. પૈસા દેતા પણ લોકો ભાવનગરથી સુરત અપડાઉન કરી શકતા નથી. ઉપરાંત ભાવનગર થી અજમેર, હરદ્વાર સહિતના ધાર્મિક સ્થળોએ જવા માટે પણ સીધી ડેઇલી ટ્રેન નથી. તો આ ટ્રેનો પણ શરૂ થવી જોઇએ.