Main Menu

મોદીએ કર્ણાટકના ટુમકુરૂમાં રેલીને સંબોધી…ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ગરીબોને મૂર્ખ બનાવ્યા – મોદી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને હવે તેનો આક્રમક તબક્કો શરૂ થઇ ગયો છે. શનિવારે ટુમકુરમાં વડાપ્રધાન મોદીએ પહેલી રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું, કોંગ્રેસ  દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે.” ઉલ્લેખનીય છે કે મોદી શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે. તેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની શિમોગાની શિકારપુરા સીટ પણ સામેલ છે.