Main Menu

સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત

સીમાપારથી વારંવાર આતંકીઆેની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળતાથી હચમચી ઉઠેલી પાકિસ્તાની સેનાએ ગઈકાલે ઉત્તરી કાશ્મીરના ટંગડાર સેક્ટર (કુપવાડા) અને જમ્મુ સાથે જોડાયેલા પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતના નાગરિક અને સૈન્ય ઠેકાણાઆેને નિશાન બનાવ્યા હતાં. ટંગડારમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને અંદાજે 25 મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં. પુંછમાં પણ એક યુવક ઘાયલ થઈ ગયો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાની ઠેકાણાઆેને ક્ષતિ પહાેંચાડી હતી પરંતુ સીમા પાર થયેલા નુકસાનની વિગતો મળી શકી નહોતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે 11-30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો જે શુક્રવારે વહેલી સવાર સુધી યથાવત રહ્યાે હતો. ટંગડાર સેક્ટરના ટાડ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોએ સૌથી પહેલાં એક સૈન્ય ચોકીને નિશાન બનાવી હતી. આ ચોકી પર જાટ રેજિમેન્ટના જવાન તૈનાત છે પરંતુ જવાનોએ ગોળીબારીનો જવાબ આપ્યો નથી. થોડી જ વારમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈન્ય ઠેકાણાઆેની સાથે નાગરિક ઠેકાણા ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને ટંગડારમાં અંદાજે ચાર ભારતીય વસ્તીઆેને નિશાન બનાવી હતી. પાકિસ્તાની ગોળાથી સટપોરા ટીટવાલના રહેવાસી ગુલામ હસન કુરેશીની પત્ની નૂરજહાં ઘાયલ થઈ ગઈ હતી. તેને સેનાના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.

ત્યારબાદ ભારતીય જવાનોએ પણ જવાબી પ્રહાર કર્યો હતો. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ટંગડાર સેક્ટરમાં જે પ્રકારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો છે તેના આધાર પર કહી શકાય છે કે ટંગડાર અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં આતંકીઆેની ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.