Main Menu

13 રાજ્યોમાં કાલે વાવાઝોડા-વરસાદની આગાહી, તંત્રએ આપ્યું અલર્ટ

નવી દિલ્હી: ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે.