Main Menu

આંધી થી પ્રભાવિત ઉતરપ્રદેશ અને રાજસ્થાન ના તથા બિહારની બસ દુર્ઘટના નો ભોગ બનેલા લોકો ને મોરારીબાપુ દ્વારા રૂ.૭ લાખ થી વધુ રકમની સહાય

રામચરિત માનસના ઉતરકાંડ એક ચોપાઈ આવે છે.જેમાં સંતના સ્વભાવનું વર્ણન છે.સંત હદય નવનીત સમાન મોરારીબાપુ દ્વારા સંત સ્વભાવ ને ઉજાગર કરતી ઘટનાઓ બની રહી છે.આ ચોપાઈ જાણે સાર્થક થઈ રહી છે.ગત દિવસોમાં ભારત ના અનેક પ્રાંતો ને કુદરતે પોતાની તાકાત નો પરચો આપ્યો હતો.વાવાઝોડા સાથે ધૂળની આંધી ને કારણે દેશના ઘણા રાજ્યો પ્રભાવિત થયા હતા જેમાં મુખ્યત્વે ઉ.પ્રદેશ તેમજ રાજસ્થાન રાજ્યો ના અનેક જીલ્લા ઓ પ્રભાવિત થયા છે.અનેક લોકો ના મૃત્યુ પણ થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે તેમજ મોટે પાયે જાન માલ ની નુકશાની પણ થઈ છે.ઉ.પ્ર.તથા રાજસ્થાન ના જે લોકો એ આ વાવાઝોડા અને આંધી ને કારને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા પ્રત્યેક મૃતક ના પરિવારજનો ને હનુમાનજી ની પ્રસાદી રૂપે અને સાંત્વના ના સ્વરૂપે ચિત્રકૂટધામ તલગાજરડા તરફ થી મોરારિબાપુ એ રૂ.પાંચ પાંચ હાજર ની તત્કાલ સહાય મોકલી છે.રામકથા ના શ્રોતાઓ દ્વારા જેતે રાજ્ય માં ભોગ બનનાર મૃતકો ના પરિવારજનો ને આ સહાય પહોચાડવા માં આવશે.બન્ને રાજ્યો માં બનેલી વાવાઝોડા ની આ ઘટના માં ૧૩૦ થી વધુ લોકો ના મૃત્યુ થયા છે.જે મુજબ આ સહાય ની રકમ રૂપિયા છ લાખ પચાસ હાજર થવા જાય છે.એ ઉપરાંત ગત તા.૩-૫-૧૮ ને દિવસે બિહાર ના મોતીહારી ખાતે એક બસ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસ સળગી જવાને કારણે ૨૭ લોકો ના પ્રાણ ગયા હતા.આ તમામ ને પણ તત્કાલ સહાય પેટે પાંચ હજાર રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે.