Main Menu

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઆેનો ખાત્મો બોલાવતી ભારતીય સેના

જમ્મુ-કાશ્મીરના બાડિગામમાં સુરક્ષાબળોને આજે મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાબળોએ 5 આતંકવાદીઆેને ઠાર કર્યામાં છે. આ આતંકવાદીઆેમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાંડર પર શામેલ છે. આતંકવાદના માર્ગે ચાલી નિકળેલા કાશ્મીર યૂનિવસિર્ટીના પ્રાેફેસર મોહમ્મદ રફી પણ સુરક્ષાબળોના હાથે મરાયો છે.

ઠાર થયેલી આતંકવાદીઆેની આ ચાંડાળ ચોકડીમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાંડર સદ્દામ પાદર, તેના બે સાથીઆે બિલાલ મૌલવી અને આદિલ ઉપરાં કાશ્મીર યૂનિવસિર્ટીનો પ્રાેફેસર મોહમ્મદ રફીનો સમાવેશ થાય છે. પાંચમાં આતંકવાદીની આેળખ થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા એસપી વૈÛના જણાવ્યા પ્રમાણે શોપિયાંના જૈનાપુર વિસ્તારમાં આવેલા બડીગામમાં આતંકવાદીઆે છુપાયા હોવાની સૂચના સુરક્ષાબળોને મળી હતી. આ સુચનાના આધારે સુરક્ષા બળોએ આજે રવિવારે જ સવારે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

વૈÛના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઆેએ જવાનો પર ગોળીબાર શરુ કરી દેતા આ તપાસ અભિયાન સશસ્ત્ર અથડામણમાં ફેરવાઈ ગયું હતું. જવાનોએ સ્થિતિ સંભાળી સામે ગોળીબાર શરુ કર્યો હતો.

સુરક્ષાબળોના હાથે ઠાર થયેલો સદ્દામ પાદર હિઝબુલનો ટોચનો આતંકવાદી કમાંડર હતો. સદ્દામ બુરહાન બ્રિગેડમાં શામેલ એવો એકમાત્ર જીવિત હિઝબુલ કમાંડર છે. આ અથડામણમાં બે જવાનો ઘાયલ થયાં હતાં. એક સૈનાનો જવાન છે અને બીજો પોલીસ જવાન. એસઆેજીના પોલીસકર્મી અનિલ કુમાર અને 44 રાજપૂતાના રાઈફલ્સના જવાન ઘાયલ થયાં છે. બંનેને એન્કાઉટરના ક્ષેત્રમાંથી બહાર કાઢી નજીકની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ અગાઉ થોડા દિવસ પહેલા જ સુરક્ષાબળો અને જમ્મૂ-કાશ્મીર પોલીસના સંયુક્ત આેપરેશનમાં બે આતંકવાદીઆેને ઠાર કરવામાં આવ્યાં હતાં. જેમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ટોચના કમાંડર સમીર ટાઈગર સામેલ હતો. સમીર ટાઈગર 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં શામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો અને હિઝબુલ દ્વારા કરવામાં આવતા અનેક હુમલાઆેમાં શામેલ હતો.