Main Menu

ધારી તાલુકાના સીવડ ગામે વાડી માંથી ત્રણ સટ્ટોડિયાને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર.આર.સેલ ટિમ

ભાવનગર રેંજ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલ ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ. મકવાણા ને મળેલ બાતમી આધારે સ્ટાફના એ.એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ કિરણ સોલંકી તથા એલ.સી.બી પી.આઈ. સી.જે. ગોસ્વામી દ્વારા ધારી તાલુકા ના સીવડ ગામની વાડી માંથી રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઇલેવન પંજાબની આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમાડતા સટ્ટોડિયાઓ પર રેઈડ કરતા
૧. જગદીશભાઈ જેન્તીભાઈ સોરઠીયા રે.મોવૈયા તા.ગોંડલ
૨.કાંતિભાઈ જેન્તીભાઈ ચાગેલ રે.મોવૈયા તા.ગોંડલ
૩.ચતુરભાઈ કમાભાઈ બારૈયા રે.સીવડ તા.ધારી વાળાઓ ને રોકડ રકમ તથા મોબાઈલ તથા વાહન સહિત કુલ રૂ.૧૦૪,૭૯૫/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધારી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.