Main Menu

જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે મહંત મહારાજશ્રી વલકુબાપુએ પધરામણી કરી

આજરોજ જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે પૂજ્ય દાનમહારાજની જગ્યા, ચલાલાના મહંતમહારાજશ્રી વલકુબાપુએ પધારામી કરી હતી. સાથે સત્તાધારથી પૂજય વિજયબાપુ તથા સણોસરાથી પૂજ્ય નિરુબાપુ ઉપરાંત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સૌ પ્રથમ ગામના ગોંદરે ભવ્ય સ્વાગત થયું.વિભિન્ન વીરોની ખામ્ભીઓને હારતોરા કરવામાં આવ્યા. શહેરના મુખ્યહ માર્ગો પર શોભાયાત્રા પસાર થઈ હતી. અંતે વીર ચંપરાજ વાળાની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ક્ષત્રિય કાઠી સમાજ જેતપુર તથા તામામ જ્ઞાતિ સંગઠનોએ ભારે જહેમત ઉઠાવી હતી.