Main Menu

આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકો રાહતનો શ્વાસ

સુરત શાકભાજી માર્કેટમાં આગ : 3 દુકાન બળીને ખાક

પુણા ગામ વિસ્તારમાં આવેલા સરદાર નગર નજીકના શાક માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સવારના સમયે લાગેલી આગમાં એક પછી એક ત્રણ દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલીક દોડી આવતાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકો રાહતનો શ્વાસ લીધો હતો.