Main Menu

ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે  નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ મામાની દેરી પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા એ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી,.પરમાર તથા આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ હેડકોન્સ. વાય.એન.ગોહીલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, અતુલભાઇ ચુડાસમા, હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા, વિગેરે જોડાયા હતા.