Main Menu

પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા

રિલાયન્સ નેવલ- પીપાવાવ કંપની પાસે તેમના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પોતાના ત્રણ વર્ષ જુના નાણા કઢાવવા માટે અંદાજે 55 (પંચાવન) જેટલા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ કંપની આ આંદોલન તોડી પાડવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે.

ધારાસભ્ય ડેર એ જણાવ્યું હતું કે, મારા વિસ્તારનાં શોષિત લોકોને ન્યાય અપાવવા માટે અમે સરકારનું ધ્યાન દોરવા માટે ગાંધીનગર ખાતે બે દિવસ પ્રતીક ધરણા કરવાનું નક્કી કરેલ પણ તંત્રએ એક જ દિવસની પરમીશન આપેલ છે તો આવતી કાલે તારીખ 08/05/2018 ના સવારના 11.00 વાગ્યા થી સાંજના 04.00 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પ્રતીક ધરણા કરી પ્રમાણિક પ્રયત્નો થકી એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.