Main Menu

આજે થેલેસિમિયા ડે : શહેરના ૮૦ સહિત જિલ્લામાં ૧૮૩ બાળકો ‘થેલેસિમિયા મેજર’થી પીડિત

થેલેસિમિયા માઈનોર રોગ નથી પરંતુ લગ્નગ્રંથિથી જોડાતા યુગલમાં બંનેને જો થેલેસિમિયા માઈનોર હોય તો નવજાત શિશુમાં ‘થેલેસિમિયા મેજર’ નામનો ગંભીર રોગ થવાની ૨૫ ટકા શક્યતા હોય છે. આ રોગમાં બાળકનું નવું લોહી બનતું નથી તેથી નિશ્ચિત સમયે તેને લોહી ચડાવવું પડે છે. આવતીકાલે તા.૮મી મેના રોજ થેલેસિમિયા દિન છે ત્યારે વ્યાપક જનજાગૃતિ એ જ આ રોગને નાથવાનો કારગર ઉપાય છે એમ કહેવું વધુ ઉચિત બની રહેશે. સામાન્ય રીતે આપણી સામાજિક સંસ્કૃતિમાં લગ્ન માટે યુવક-યુવતીની પસંદગી વેળાએ કુંડળી મેળવવાની રીવાજ પ્રવર્તે છે. કુંડળી મળે તો વાતચિત આગળ ધપે છે અને જો કુંડળી મેળાપક ન થાય તો નહીં. પરંતુ નવજાત શિશુઓમાં જે રીતે થેલેસેમિયા મેજર રોગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તે જોતા તજજ્ઞાો હવે થેલેસિમિયાના રીપોર્ટને પણ મેચ કરવા પર પ્રાધાન્ય આપી રહ્યા છે. લગ્નગ્રંથિથી જોડાતા વર-કન્યા બંનેને જો થેલેસિમિયા માઈનોર હોય તો તેમના નવજાત શિશુમાં થેલેસિમિયા મેજર રોગ આવવાની ૨૫ શક્યતા રહે છે. થેલેસિમિયા માઈનોર રોગ નથી એથી કોઈ વ્યક્તિ થેલેસિમિયા માઈનોર હોય તો પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. પરંતુ થેલેસિમિયા મેજર ગંભીર પ્રકારનો રોગ છે. થેલેસિમિયા મેજર રોગમાં નવું લોહી બનતું નથી એટલે લોહી ચડાવવું પડે છે. નવજાત શિશુમાં જન્મના એક મહિનામાં તેના લક્ષણ દેખાવા લાગે છે. જે મુજબ બાળક સુસ્ત પડયું રહે છે. તેનામાં તરવરાટનો અભાવ હોય છે. આથી માતા-પિતા તબીબ પાસે લઈ જાય અને રીપોર્ટ કરાવે ત્યારે ખ્યાલ આવે છે. આ રોગમાં બહારથી જરૃરિયાત મુજબ લોહી ચડાવવું તે જ ઉપાય હોય છે. નાનુ બાળક હોય તેને ૨-૩ મહિના લોહી ચડાવવું પડે છે તો બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ લોહી ચડાવવાનો ગાળો ઘટતો જાય છે. ૨૫-૩૦ વર્ષની વયના યુવકને જરૃરિયાત પ્રમાણે દર સપ્તાહે એક કે બે યુનિટ લોહી ચડાવવું પડતું હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ૮૦ બાળકો થેલેસિમિયા મેજરથી પીડિત છે. જ્યારે જિલ્લામાં ૧૦૩ બાળકો આ રોગથી પીડિત છે. રમવા કુદવાની અને અભ્યાસની ઉમરે બાળકોને અમુક નિશ્ચિત સમયે લોહી ચડાવવું પડે છે. તેની પીડા અકલ્પ છે. આથી જ વ્યાપક લોકજાગૃતિ અને થેેલેસિમિયાના પરીક્ષણ બાદ જ લગ્ન એ આ રોગને નાથવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમ વિગતો આપતા ભાવનગર બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈ, એડમિનિસ્ટ્રેટર નીતિનભાઈ તુવર, મેડિકલ ઓફિસર ડો. હાર્દિકભાઈ અને કાઉન્સિલર કિશોરસિંહ રાઠોડે જણાવ્યું હતું. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે ૧૧ જિલ્લાના થેલેસિમિયા પીડિતો આવે છે, ભાવનગર ભાવનગર બ્લડ બેંકમાં વિનામૂલ્યે બ્લડ ટ્રાન્સફ્યૂઝન, રમકડા વગેરે સાધનો અને દાતા દ્વારા વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ભાવનગર જિલ્લાના ૧૮૩ સહિત રાજ્યના ૧૧ જિલ્લામાંથી થેલેસિમિયા મેજર રોગથી પીડિત બાળકો બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે ભાવનગર આવે છે. ભાવનગર બ્લડ બેંકના એડમિનિસ્ટ્રેટર દ્વારા જણાવાયા અનુસાર ભાવનગર શહેર-જિલ્લાના ૧૮૩, અમદાવાદથી ૬, અમરેલીથી ૨૩, બોટાદથી ૨૭, ગિર સોમનાથથી ૧૮, બનાસકાંઠાથી ૨, આણંદથી ૨, ભરૃચથી ૧, દિવથી ૯, રાજકોટથી ૨ અને સુરેન્દ્રનગરથી ૩ સહિત કુલ ૨૭૬ થેલેસિમિયા મેજર પીડિતો બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે ભાવનગર આવે છે. ભાવનગર બ્લડ બેંક વિનામૂલ્યે બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરી આપે છે. આ ઉપરાંત, બહારગામથી આવતા થેલસિમિયા પીડિત સહિત ત્રણ વ્યક્તિને દાતાના સહયોગતી વિનામૂલ્યે ભોજનના પાસ આપવામાં આવે છે.  ભાવનગર બ્લડ બેંકમાં બાળકો માટે ઘોડિયા તથા રમકડાની વ્યવસ્થા પૂરી પડાય છે અને થેલેસિમિયા પીડિતોને રેલવે અને એસ.ટી.માં કન્સેશન મળે છે. પીડિતો માટે આશાનું કિરણ થેલેસિમિયા મેજરનો ઈલાજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી શક્ય એચ.એન.એ. ટેસ્ટનું રીઝલ્ટ આવવાની રાહ : જો મેચ થશે તો ખર્ચાળ ઓપરેશન ફ્રીમાં કરી આપવા દાતાની ઓફર થેલેસિમિયા મેજરનો ઈલાજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી શક્ય હોઈ પીડિતો માટે આશાનું કિરણ છે. પરંતુ બોનમેરો પીડિત સાથે મેચ થવો જોઈએ. ભાવનગર બ્લડ બેંક દ્વારા ૨૦મી ફેબુ્રઆરીએ થેલેસિમિયા મેજર રોગના ઈલાજ માટે જરૃરી એવા ૩૭ થેલેસિમિયા પીડિતોના એચ.એન.એ. ટેસ્ટ કરાયા હતા. આ એચ.એન.એ. ટેસ્ટનું રીઝલ્ટ આવતા ત્રણથી ચાર મહિનાનો સમય લાગી જતો હોય છે. હવે રીઝલ્ટ આવવાની રાહ છે. જો રીઝલ્ટ પોઝીટીવ આવશે તો થેલેસિમિયા મેજરનો ઈલાજ શક્ય બને. આ ઈલાજ ખૂબ જ ખર્ચાળ છે. પરંતુ જે બોનમેરો મેચ થતો હશે તો અમેરિકન દાતાએ ગુજરાત થેલેસિમિયા સોસાયટીના સહયોગમાં આ પીડિતોને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવા તૈયારી દર્શાવી છે. આપવામાં આવે છે.  ભાવનગર બ્લડ બેંકમાં બાળકો માટે ઘોડિયા તથા રમકડાની વ્યવસ્થા પૂરી પડાય છે અને થેલેસિમિયા પીડિતોને રેલવે અને એસ.ટી.માં કન્સેશન મળે છે.