Main Menu

મહુવાના રૂપાવટી ગામે સગીરા પર બળાત્કાર

ભાવનગર જીલ્લાના રૂપાવટી ગામે એક સગીરા ઉપર તેના કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે. મળતી વિગતો કનિદૈ લાકિઅ મુજબ મહુવા તાલુકાના રૂપાવટી ગામે રહેતી સગીરાના માતા-પિતા આંબાના બગીચામાં કામ કરવા વાડીએ ગયા હતા અને તે ઘરે એકલી હતી ત્યારે મકાનની વંડી કનિદૈ લાકિઅ ટપી સગીરાનો અકિલા મોટાબાપુનો દિકરો પ્રદિપ વિનુભાઇ ચુડાસમા ઘરમાં પ્રવેશી સગીરા સાથે દુષ્કર્મ આચરી નાસી છુટયો હતો બાદમાં સગીરાએ તેના માતા-પિતાને કનિદૈ લાકિઅ વાત કરતા આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.