Main Menu

સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી

શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવવાની ફેકટરીમાં પરોઢિયે આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરતાં કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આ અંગેની ઉપલબ્ધ વિગતો શહેરના સિંધુનગર વિસ્તારના વાસુરામ મંદિરવાળા ખાંચામાં રમેશભાઇ નાથુમલની માલિકીની લક્ષ્મી ગૃહ ઉદ્યાેગ નામની ફરસાણ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરી રહેલા કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી.આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગ આેલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આશરે ત્રણેક કલાકની જહેમત બાદ બે ફાયર ફાયટર અને ત્રણ બ્રાઉઝરની મદદ વડે આગને કાબુમાં લીધી હતી. ભીષણ આગમાં ફેકટરીનું ફનિર્ચર મશીનરી તેમજ કાચો પાકો માલ સહિતની ચિજવસ્તુઆે સંપુર્ણ પણે બળીને ખાક બની હતી. આગ અંગેનું કારણ તેમજ નુકશાનીની વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી.