Main Menu

લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામમાં વતનપ્રેમી ભાઇઓ તથા ગામમાં વસતા યુવાનો તથા સેવાભાવી ગ્રામજનોએ એક થઇ જળસંચય મહાઅભિયાનને સાર્થક કરવા એક અનેરો કનિદૈ લાકિઅ સેવાયજ્ઞ હાથ ધર્યો છે. શેખપીપરીયા ગામને મોડેલ ગામ, સ્વર્ણિમ શેખપીપરીયા બનાવવા દિવસ – રાત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગામના ઉત્સાહી કનિદૈ લાકિઅ યુવાનો આજે ખભે અકિલા – ખભા મિલાવી આ ઉનાળાના ધોમધખતા તાપમાનમાં ખડેપગે ઉભા રહી જળસંચય અભિયાનને એક વિશાળ જળમંદિરનો ઘાટ ઘડી દીધો છે. જેમાં ગામના કનિદૈ લાકિઅ દાતાશ્રી, યુવાનો તથા ગ્રામજનોની અથાગ મહેનત તથા એકતાનું પ્રતિક છે. દેશને અકીલા જળ સંચય માટે જયારે જાગૃતિની જરૂર છે ત્યારે આપણા ગુજરાત કનિદૈ લાકિઅ રાજયના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાના એવા શેખપીપરીયા ગામે એક થઇ દાતાશ્રીઓએ પોતાની સંપતિ માતૃભુમિના ઋણ ચુકવવા જળસંચય અભિયાનમાં આપી રહ્યા કનિદૈ લાકિઅ છે અને ગામના યુવાનો સેવા થકી પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આ કાર્ય સૌને પ્રેરણા પુરી પાડે તેવું થઇ રહ્યું છે. હાલ ગામ લોકોએ એકવીસ કનિદૈ લાકિઅ ૨૧ જેટલા નાના મોટા તળાવો ઉંડા ઉતારવા તથા તેનું રીપેરીંગ કામ કરવાનો સંકલ્પ લીધો છે જેમાં હાલમાં ૬ જેટલા તળાવોને ઉંડા ઉતારી કાર્ય પુર્ણ કનિદૈ લાકિઅ કરેલ છે. જેમાં એક તળાવ ૪૫ વિઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. જેનું કાર્ય ગામ લોકો થકી આ કાર્ય અવિરત ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ગામના જૂદા જૂદા કનિદૈ લાકિઅ પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાત થી આઠ હજાર વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષમંદિર બનાવવાનું કાર્ય હાલ ચાલી રહ્યુ છે. જેમાં ગામના જ યુવાનોની જૂદી જૂદી કમીટી બનાવીને વૃક્ષારોપણ કરી ઉછેરવાનું કાર્ય સોપવામાં આવેલ છે અને સાથે આધુનિક મોક્ષધામ, બાગ બગીચાનું કામ ચાલી રહ્યુ છે, જેમાં ગ્રામજનો, યુવાનો, સ્વયંભુ વિવિધ સેવાઓ આપી રહ્યા છે. જો દરેક ગામ એક થઇએ કાર્ય કરે તો શેખપીપરીયા ગામના જળસંચય અભિયાન જેવુ શ્રેષ્ઠ કાર્ય થઇ શકે છે. તેમ શેખપીપરીયાના વતનપ્રેમી તથા સ્વર્ણિમ શેખપીપરીયાના ગ્રામજનોએ કરેલ કાર્યમાંથી નોંધ લઇ પ્રેરણા લઇ શકાય છે.