Main Menu

જરખીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં આગમનને લઈને ભાજપીઓમાં ઉત્‍સાહ

લાઠી તાલુકાનાં જરખીયા ગામે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60 વિઘાનું તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્‍યારે બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારમાં ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાએ જરખીયા ગામની જળસંચયની ચાલતી કામગીરીની મુલાકાત લીધી અને આગામી તા.1રના રોજ જરખીયા ગામે જળસંચયની યોજનાને વેગ આપવા માટે મુખ્‍યમંત્રી રૂપાણીના આગમનને લઈને દાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્‍યારે આ તકે ઉપસ્‍થિત ગોપાલભાઈવસ્‍તરપરા, હરેશભાઈ કાકડીયા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, હિંમતભાઈ દેત્રોજા, અશોકભાઈ અસલાલીયા સહિત મોટી સંખ્‍યામાં ગામલોકો ઉપસ્‍થિત રહયા હતા.