Main Menu

ઉપલેટાથી વર્ષ ૨૦૧૪ માં ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને તળાજા ખાતેથી પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ.

ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણસિંહ માલ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ તળાજા દાઠા વિસ્તારમાં તપાસમાં હતા અને એસ.ઓ.જી.ના *હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલની* બાતમી હકિકત આધારે તળાજા શેત્રુંજી નદીના મોટા પુલ પાસેથી *જસમતભાઇ છગનભાઇ બારીયા ઉ.વ.૧૮ રહેવાસી મુળગામ દયાળ, તા. મહુવા જી. ભાવનગર હાલ તળાજા હરદીપસિંહ દરબારની વાડીમાં શેત્રુંજી નદીના કાંઠે* વાળાને એક શંકાસ્પદ કાગળ વિનાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટ્રેશન નંબર વગરનું ચેચીસ નં. MBHLA 20 AMDHP 93881  તથા એન્જીન નંબર  HA 10 EJDHF 69453 કિ.રૂ|. ૨૫,૦૦૦/- ઝડપી પાડી કાય્દેસર કાર્યવાહી કરી તળાજા  પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલક છે.
મો.સા. બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા સદરહું મોટર સાયકલની ચોરી બાબતે રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુ.ર.નંબર ૦૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા એચ.જે.મેર તથા શરદભાઇ ભટ્ટ તથા ડ્રાઇવર મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.