Main Menu

માતલપરના શખસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

મહુવા તાલુકાના માતલપર ગામના શખસે સગીરાને ફરવા જવાનું કહી મોટરસાઈકલ પર બેસાડી માયધાર ગામે વાડીની ઓરડીમાં લઈ જઈ બળજબરીથી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કૃત્ય આચરી ધાકધમકી આપ્યાની ફરિયાદ પીડિતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મહુવા તાલુકાના માતલપર ગામે રહેતો ગોવિંદ જગુભાઈ ભાલિયા નામના શખસે વેકેશન કરવા આવેલી સગીરાને ફરવા જવાનું કહી તેની બાઈક ઉપર બેસાડી માયધાર ગામે માસાભાઈની વાડીએ લઈ જઈ ઝુંપડામાં ધાક-ધમકી આપી તેણીની મરજી વિરૃધ્ધ જબરજસ્તી કરી દુષ્કર્મ ગુજારી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પલાયન થઈ ગયો હતો. આ અંગે પીડિતાએ આરોપી ગોવિંદ જગુભાઈ ભાલિયા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની જુદીજુદી કલમો તળે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.