Main Menu

રેલવે કર્મચારીઓના ન્યુનતમ વેતનમાં સુધારો કરવામાં અખાડા

રેલવે કર્મચારીઓના ન્યુનતમ વેતનમાં સુધારો કરવામાં રેલવે મંત્રાલય દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર રેલવે કર્મચારીઓની બાકી માંગણીઓના નિરાકરણમા રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિલંબના વિરોધમાં ભાવનગર, ડીઆરએમ ઓફિસમાં આજે ક્રમિક ધરણામાં ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી આવેલા અનેક કર્મચારીઓને ભાગ લઈને સરકારની સામે પોતાનુ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.આ સંપુર્ણ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી કોમરેડ શિવગોપાલ મિશ્રાના નિર્દેશનમાં સમગ્ર ભારતમાં કરાયો હતો.ભાવનગર રેલવે ડિવિઝનમા પણ આ કાર્યક્રમને સફળતા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અજયરાજસિહ ગોહિલ અને એસ.કે.શ્રીવાસ્તવ, મુકેશ દોશી સહિતની પુરી ટીમે સહયોગ આપ્યો હતો.