Main Menu

રાણપુરના માલણપુરમાં જુગાર રમતાં પાંચ બાજીગર ઝડપાયા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે બોટાદ એલસીબીએ રેઈડ પાડીને ગંજીપો ટીચતાં રાણપુર ભાજપા તાલુકા પ્રમુખના ભાઈ સહિત પાંચ ગેમ્બલરને દબોચી લઈ હવાલાતમાં બંધ કરી દીધાં હતા. જ્યારે સરપંચ સહિત બે શખસ પલાયન થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ ફોન, બાઈક મળી અડધા લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરૃધ્ધ રાણપુર પોલીસમથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે સોંપી દીધાં હતા.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર બોટાદ એલસીબી પીઆઈ. ગોસ્વામીની રાહબરી તળે સ્ટાફના આરીફભાઈ, દશરથસિંહ તથા રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.ડી.ડાંગર સહિતના પેટ્રોલિંગમાં હતા, દરમિયાનમાં મળેલી હકીકતના આધારે એલસીબી ટીમે છાપો મારી રાણપુર તાલુકાના માલણપુર ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ભાજપાના રાણપુર તાલુકા પ્રમુખના ભાઈ હરજી મગનભાઈ મેટાળિયા તથા ભુપત મેરાભાઈ ઝાંપડિયા (રહે. માલણપુર) અને ધંધૂકામાં રહેતાં ઈલિયાસ બિલાલભાઈ મેમણ, ફિરોજ અલીભાઈ શેખ, તન્વીરઅબ્બાસ સીદીકભાઈ સૈયદને ઝડપી લીધાં હતા. જ્યારે માલણપુર ગામના સરપંચ જેસીંગ સુરાભાઈ ઘાઘરેટિયા અને ચંદુ ઉર્ફે લતીફ વશરામભાઈ ઘાઘરેટિયા જિલ્લા જમાદાર બોટાદ એલસીબી ટીમને હાથ મસળતાં રાખીને નવ દો ગ્યારહ થઈ ગયા હતા.પોલીસે જુગારના સ્થળેથી રોકડ રૃા. ૧૧,ર૭૦ તથા રૃા. ૮૦૦૦ના મોબાઈલ ફોન નંગ-૬ અને રૃા.૩૩, ૦૦૦ની કિંમતની ત્રણ મોટર સાઈકલ મળી કુલ રૃા.

પર,ર૭૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વિરૃધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગૂનો દર્જ કરાવી આગળની તપાસ માટે સોંપી દીધાં હતા. વધુ તપાસ પીએસઆઈ. રામાણી ચલાવી રહ્યાં છે.