Main Menu

મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા

મહુવામાં મોડી રાત્રિના અજાÎયા શખ્સો યુવાન પર કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા. ઘટનાના પગલે મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.મહુવા પોલીસ સુત્રોથી ઘટના અંગેની ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ મહુવા શહેરના લાઇટહાઉસ વિસ્તારમાં રહેતા જગદિશભાઇ અરજણભાઇ બાંભણીયા (ઉ.વ.38) મધ્યરાત્રિ બાદ કોઇપણ સમયે કોઇ અજાÎયા શખ્સો જગદીશભાઇના ઘરમાં ઘુસી કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા.લાઇટહાઉસ વિસ્તારમાં યુવાનની હત્યા થયાની જાણ થતાં જ મહુવા પોલીસ મથકના પીઆઇ ડી.પી. ચૌધરી સહિતનો કાફલો દોડી ગયો હતો અને મૃતક જગદીશભાઇના મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી મૃતકના પિતા અરજણભાઇ નાથાભાઇ બાંભણીયાએ અજાÎયા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા હત્યાનો ગુનો નાેંધી હત્યારાઆેના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જગદીશભાઇ બાંભણીયાની તેના જ ઘરમાં થયેલી હત્યામાં તેના જ કોઇ નજીકના શખ્સો સંડોવાયા હોવાની પોલીસને શંકા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાવના પગલે મહુવામાં ચકચાર ફેલાઇ હતી.