Main Menu

મુખ્યમંત્રી રૂપાણી ને ચેલેન્જ,એક બોરીબંધ બતાવો તો રાજીનામું આપી દઈશ : પરેશ ધાનાણી

ભાજપ સરકાર દ્વારા શરુ કરાયેલા જળસંચય અભિયાન માં ગયા વર્ષે બનાવાયેલા સવા લાખ બોરીબંધ માંથી જો સરકાર એક પણ બોરીબંધ હયાત બતાવે તો ધારાસભ્ય પદે થી રાજીનામું આપવાનું જણાવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ નહિતર જળસંચય અભિયાન નું નાટક કરનાર મુખ્યમંત્રી ને રાજીનામું આપવા ચેલેન્જ કરી છે.વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ પત્રકારો ને જણાવ્યું હતું કે,ગુજરાત માં ૨૦૦૨ થી અલગ અલગ વિભાગો દ્વારા જુદી જુદી યોજના ઓ હેઠળ ખેત તલાવડી,સીમ તલાવડી,બોરીબંધ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવે છે.જેમાં વર્ષ ૨૦૧૬ માં ૨.૭૫ લાખ ખેત-સીમ તલાવડી બનાવવાની વાત કરતી આ સરકાર પાસે અત્યારે એકપણ સ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી.નર્મદા યોજના માં કેનાલ નેટવર્ક ઉભું નહી કરીને પાણી પહોચાડવા માં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર દ્વારા આ અભિયાન ના નામે સહયોગી સંસ્થાઓ,મહિલાઓ,બુટલેગરો,કોન્ટ્રાક્ટરો વગેરે પાસે થી લોકફાળા માટે દબાણ કરી કરોડો રૂપિયા તળાવ ઊંડા કરવામાં વાપરી રહ્યા છે.જયારે પ્રજા પીવાના પાણી માટે ટળવળી રહી છે.