Main Menu

ભરવાડ સમાજ વિશે અભદ્દ શબ્દો બોલી ઉતારેલ વિડીયો અંગે દાખલ થયેલ ગુન્હાનાં આરોપી ને ઝડપી લેતી ભાવનગર,આર.આર.સેલ

ગઇ તા.૧૨/૦૫/૨૦૧૮નાં રોજ *બાબરા પોલીસ સ્ટેશન* જી.અમરેલીમાં ખોડાભાઈ વજાભાઈ રાતડીયા રે.બાબરા વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક કોળી જ્ઞાતિનો યુવાન એક લોખંડની બેન્ચ ઉપર બેસી આ યુવાન વિડીઓમાં ભરવાડ જ્ઞાતિ વિરુદ્ધમાં અપશબ્દો બોલી બન્ને જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઉભું થાય એવો વિડિઓ વાઇરલ કરેલ અને વિડીઓમાં પોતાનું નામ હરેશ દાનાવાડિયા રે.બાબરા વાળો હોવાનું જણાવેલ જે મતલબે ની ફરિયાદ બાબરા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૪૦/૧૮ આઈ.ટી. એકટ કલમ. ૬૭,આઈ.પી.સી. કલમ.૧૧૪ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ હતો..

*આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ વધે નહીં અને વિવાદિત ઘટના મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સ્ટાફનાં માણસોને તાત્કાલિક આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ને પકડી પાડવા સુચના આપેલ.*

જે  અન્વયે આજરોજ આર.આર.સેલના *એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ તથા  હેડ.કોન્સ કિરણભાઈ સોલંકી પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *હેડ.કોન્સ. કિરણભાઈ સોલંકી* ને મળેલ બાતમી આધારે અમરેલી ફોરવર્ડ સર્કલ પાસેથી *હિરેનભાઈ બાબુભાઇ રાણાવાડિયા* રે.બાબરા વેલનાથ સોસાયટી જી.અમરેલી વાળા ને ઝડપી લઈ ક્રી. પ્રોસી. કોડની કલમ ૪૧(૧) આઈ. મુજબ અટક કરી બાબરા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ.