Main Menu

બગસરા તાલુકાના કાગદડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીને બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના કાગદડી ગામનો કુલદીપ મેરામભાઇ ધાધલ પોતાની વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીએ મારૂતિ ફ્રન્‍ટી કાર સાથે કુલદીપ મેરામભાઇ ધાધલ, રહે.કાગદડી વાળો હાજર હોય જે પોલીસને જોઇને નાસી ગયેલ અને મારૂતિ ફ્રન્‍ટી કારમાં બે ઇસમો બેસેલ હોય તેમના નામ (૧) જયદીપ વિક્રમભાઇ ધાધલ, ઉં.વ.૨૨, રહે.કાગદડી તથા (ર) ગેલાભાઇ નાનજીભાઇ જખવાડીયા, ઉં.વ.૩૬, રહે.વાઘાપરા, ધારી વાળા હોવાનું જાણવા મળેલ અને કારમાં ચેક કરતાં ડીકીમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૨, કિં.રૂ.૪૨૦૦/- ની મળી આવેલ
તેમજ વાડીએ તપાસ કરતાં વાડીએ આવેલ ઓરડીની પાછળના ભાગેથી પણ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ કિં.રૂ.૨૮૦૦/- ની મળી આવતાં ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૦, કિં.રૂ.૭૦૦૦/- તથા મારૂતિ ફ્રન્‍ટી કાર રજી.નં.જી.જે.૦૧.બીપી.૮૧૯૬ કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૭,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી પકડાયેલ
બંને ઇસમો વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બગસરા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને નાસી ગયેલ આરોપી કુલદીપ મેરામભાઇ ધાધલ, રહે.કાગદડી વાળાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી, બગસરા પો.ઇન્‍સ.શ્રી.આઇ.વી.રબારી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, કિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, મયુરભાઇ ગોહિલ, ભગવાનભાઇ ભીલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, રાજુભાઇ ચૌધરી અને બગસરા પોલીસ સ્‍ટાફ વિ.એ કરેલ છે.