Main Menu

સાંઢીયાવાડમાંથી ગેરકાયદેસર તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલના ભાગરૂપે  આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના *પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા* ને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે આજરોજ * હનીફભાઇ ઉર્ફે હનકો *હુશેનભાઇ મન્સુરી જાતે પીંજારા ઉ.વ.૩૧ રહેવાસી દિવાનપરા રોડ, પીંજારાવાડ મસ્જીદ પાસે ભાવનગર* વાળાને સાંઢીયાવાડ મરહબા રેસ્ટોરન્ટ સામેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટના સીંગલ બેરલના તમંચા (ફાયર આર્મ્સ) સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના હેડ કોન્સ. ટી.કે.સોલંકી  ચલાવી રહ્યા છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી,.પરમાર તથા પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, બલવિરસિંહ જાડેજા,  ટી.કે.સોલંકી  તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.