Main Menu

અંતે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડીયાનું ધરપકડ વોરંટ ઇસ્યુ જારી કર્યું :એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જાહેર

રાજ્યના મસમોટા બીટકોઈન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને બે વાર સમન્સ આપ્યા બાદ હાજર નહીં થતા સીઆઈડી ક્રાઈમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને તપાસ કનિદૈ લાકિઅ હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદ અને અમરેલીમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત અમરેલીના સસ્પેન્ડેડ એસ. પી ,જગદીશ પટેલના વહીવટદાર કનિદૈ લાકિઅ કોન્સ્ટેબલની અકિલા તપાસ માટે પણ જૂનાગઢ તથા અમરેલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પણ નલિન કોટડીયાની કોઈ ખબર નહીં મળતા સીઆઈડી કનિદૈ લાકિઅ ક્રાઈમે આખરે નલિન કોટડિયાનું ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમજ એરપોર્ટ પર અકીલા લુક આઉટ નોટીસ જાહેર કરી દીધી છે.    બીટકોઈન  કૌભાંડમાં કનિદૈ લાકિઅ ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ નિશ્ચિત થઈ છે. જેમાં આરોપી કિરીટ પાલડીયાએ ધરપકડ બાદ કોટડીયાને પણ આ કૌભાંડના નિશ્ચિત હિસ્સો આપવામાં કનિદૈ લાકિઅ આવ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ તે રકમ સીઆઈડી ક્રાઈમે નલિન કોટડીયાના અંગત વ્યકિત પાસેથી કબજે પણ લીધી છે. જેની બાદ નલિન કોટડીયાને કનિદૈ લાકિઅ બે વાર સમન્સ બજાવ્યા છતાં તે હાજર થયા ન હતા.