Main Menu

રાજુલાના સમઢીયાળા ગામ મા ગત રાત્રીના થયેલ મારામારીનો મામલો…25 વર્ષીય દલિત જેન્તીભાઈ ની હત્યા થઇ હોવાનુ પ્રથીમક તપાસ મા ખુલ્યુ….આરોપી પોલીસ ન પકડે ત્યાં સુધી લાશ સ્વીકાર નો પરિવારજનો ઇન્કાર

અમરેલી જિલ્લા માં દિવસે ને કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ દિવસે ને દિવસે કંગાળ થતી જોવા મળી રહી છે અને છેલ્લા દોઠેક માસ થી સમગ્ર રાજ્ય ની પોલીસ માટે લાંછન રૂપ એવા બીટ કોઇન કૌભાંડ ને લય ને ખુદ રેન્જ આઈ જી દ્વારા બદલી નું વાવાજોડું ફૂંક્યા બાદ પણ હજુ રાજુલા પંથકમાં દબંગ પી આઈ વ્યાસ જેવા અધિકારી ની તાતી જરૂર વર્તાય રહી છે
       રાજુલા ના સમઢીયાળા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરી ને પરિવાર નું ગુજરાન ચલાવતા જેન્તી ભાઈ કાંતિ ભાઈ મારું ઊ .આશરે 30વર્ષ જેવો પટાવા ગામે જવા ના રસ્તે આવેલ બાપા સીતારામ ની મઢી પાસે છેલ્લા એકાદ માસ થી માયા ટ્રાન્સપોર્ટ નો વહીવટ ચલાવી રહ્યા હતા ત્યારે તેજ ગામ ના અમુક લોકો ને સારું ના લાગતા આ અંગે નું મનદુખ રાખી આરોપી 1ખોડા ભગા મકવાણા .2અરવિંદ ભગા મકવાણા .3લાલા રૂખડ ગુજરીયા 4 અવદિશ ખોડા મકવાણા .5.કાળુ અરજણ ગુજરીયા .6 કિશોર બાબૂ ધૂંધવા .7વિક્રમ ગોવિંદ ગુજરીયા .8બટુક કાના મકવાણા .9જેરામ કાના ગુજરીયા .10 વિષન છગન ના આરોપી ઑ દ્વારા ગેર કાયદે મંડળી રચી ને જેન્તી ભાઈ કાંતિ ભાઈ મારું ને લાકડી પાઇપ સહિત ના ઘાતક હથિયારો વડે માર મારતા ગમ્ભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારે ઈજાગ્રસ્ત ને 108 ની મદદ વડે સારવાર માં મહુવા ખસેડવા માં આવ્યા હતા પરંતુ વધુ સારવાર ની જરૂર જણાતા ભાવ નગર ખાતે ખસેડવા માં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દલિત યુવક નું મોત થયું હતું જેને લય ને નાના એવા ગામ માં અરેરાટી ફેલાઈ જવા પામી છે
અને બનાવને લય ને સમગ્ર દલિત સમાજ માં રોષ જોવા મળી રહ્યા છે
      ત્યારે મ્રુતક ના પરિવાર જનો દ્વારા જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ સ્વીકાર વાનો ઇનકાર કરતા સાવર કુંડલા થી ખૂદ ડી વાય એસ પી માવાની સાહેબ અને મરીન પોલીસ ના પી એસ આઈ વિજય સિંહ પરમાર ભાવ નગર ખાતે દોડી ગયા હતા અને ફરિયાદી ભાવના બેન નાગજી ભાઈ બમભનિયા ની ફરિયાદ લય ને આરોપી ને જડપવા ચક્રોગતિ માન કર્યા છે પી એસ આઈ વિજય સિંહ પરમાર અને ડી વાય એસ પી માવાની સાહેબ ની સમજાવટ થી મામલો થાળે પડ્યો હતો અને લાશ સ્વીકારવા માં આવી હતી …