Main Menu

માન.મુખ્યમંત્રીનો ૧૭ મે ૨૦૧૮ના રોજ ગારીયાધારનો પ્રવાસ કાર્યક્રમ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી, વલ્લભ તળાવ તેમજ
કેન્દ્રવર્તી શાળા નં. ૧ તાલુકા શાળા ખાતેના સ્ટેજ પ્રોગ્રામની વિગતો આ મુજબ છે.
માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે
હેલીકોપટર દ્વારા તારીખ ૧૭/૫/૨૦૧૮ના રોજ સવારે ૮-૫૦ કલાકે ગારીયાધાર ખાતેના હેલીપેડ ઉપર ઉતરશે. ત્યારબાદ નાની વાવડી ગામ ખાતે ચેક ડેમનુ ખાતમુર્હત સવારે ૯-૦૦ કલાકે યોજાનાર છે. તેમજ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન – ૨૦૧૮ અંતર્ગત ગારીયાધાર ખાતેના વલ્લભ તળાવનુ ખાતમુર્હત સવારે ૯-૨૦ કલાકે યોજાનાર છે. તેમજ ગારીયાધાર ખાતેની કેન્દ્રવર્તી શાળા નં. ૧ તાલુકા શાળા ખાતે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ૨૦૧૮ અંતર્ગત બાંધવામાં આવેલ ડોમ ખાતેના સ્ટેજ કાર્યક્રમમાં સવારે ૯-૪૦ કલાકે હાજરી આપશે. ત્યાર બાદ કાર્યક્રમ પુર્ણ
થયે આહવા ડાંગ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી જવા રવાના થનાર છે.