Main Menu

દામનગર શહેરના પરમધામ સ્મશાનની મુલાકાતે ધારાસભ્ય વીરજી ઠુમ્મર

દામનગર શહેર ના પરમધામ સ્મશાન ની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર  અઢાર વિધા કરતા વધુ જમીન પર પથરાયેલ સ્મશાન પરમધામ સંકુલ ની  સેવા સમિતિ ના યુવાનો ની સેવા ની  સરાહના કરી       ખુશી વ્યક્ત કરી દામનગર શહેર ના પરમધામ સંકુલ ની વ્યવસ્થા ઓ બાગ બગીચા પ્રાર્થના હોલ ઔષધીય વન સહિત ના સ્થળો ની જાત સમીક્ષા કરી સ્વચ્છતા સુંદરતા અને વિકાસ થી સંતુષ્ટ                                 પરમધામ સેવા સમિતિ ના યુવાનો ના વિવેક સભર દિશા નિર્દેશ થી ભૂમિદાહ સંસ્કાર ને તિલાંજલિ આપી અગ્નિદાહ સંસ્કાર કરતા પરિવારો ને આભાર પત્રો એનાયત કર્યા                                                        દામનગર શહેર ના સ્મશાન પરમધામ સેવા સમિતિ ના યુવાનો અને સામાજિક  સુધારા માટે પહેલ કરતા પરિવાર પ્રેરણાત્મક નિર્ણયો બદલ ધારાસભ્ય એ ખુશી વ્યક્ત કરી હતી દામનગર પરમધામ સેવા સમિતિ દ્વારા થતી સ્મશાન સેવા ની વાતો થી પરમધામ દામનગર ની મુલાકાતે પધારેલ ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર દ્વારા વિકાસ કાર્યો ની સમીક્ષા કરી અને શ્રમદાન કરતા યુવાનો દ્વારા થયેલ અદભુત સેવા જોઈ પ્રભાવિત થયા અને શહેર અનેકો સમાજ દ્વારા ભૂમિદાહ સંસ્કાર ને તિલાંજલિ આપી અગ્નિદાહ સંસ્કાર તરફ વળેલ પરિવારો ને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરતા આભાર પત્રો એનાયત કર્યા હતા પરમધામ સંકુલ ની વિશાળતા વિવિધ સગવડો નિહાળી સ્વચ્છતા સુંદરતા કરતા યુવાનો ની સેવા ની સરાહના કરી હતી