Main Menu

ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને કાળીયાબીડ લખુભા હોલ પાસેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેરમાં તાજેતરમાં આંગડીયા પેઢીના કર્મચારી ઉપર ફાયરીંગ કરીને  લુંટ કરેલાનુ બનાવ બનેલ હોય તે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે લુંટમાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો લુંટની તપાસ અન્વયે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પોલીસ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલને* મળેલ હકિકત આધારે આજરોજ *રાજુભાઇ ઉર્ફે ભાણો નારણભાઇ પરમાર ઉ.વ.૨૯ રહેવાસી હાલ-સીદસર ગામ, રાજુભાઇ ગાંગાણીના મકાનમાં ભાડેથી તા.જી. ભાવનગર મુળગામ- ઝાંઝમેર તા. તળાજા જી.ભાવનગર* વાળાને કાળીયાબીડ, લખુભા હોલ પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલા એ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી,.પરમાર તથા પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહીલ તથા પોલીસ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પ્રદીપસિંહ ગોહીલ, વિશ્વદીપસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.