Main Menu

સાવરકુંડલા ગોસ્‍વામી સમાજ દ્વારા યોજવામાં આવેલ શિવમહાપુરાણમાં શિવવિવાહ પ્રસંગની ઉજવણી

સાવરકુંડલા ખાતે રૂગનાથપુર (ખોડી) ગોસ્‍વામી પરિવાર ર્ેારા પિતૃમોક્ષર્થે યોજવામાં આવેલ શ્રી શિવમહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં શિવવિવાહની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. શિવજીની ભૂતડાઓની સાથે જાન સાવરકુંડલા શહેરનાં મુખ્‍ય માર્ગો પર ફરી કથા સ્‍થળ પર પહોંચી હતી. આ તકે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. સાવરકુંડલા સરદાર પટેલ ભવન જેસર રોડ ખાતે ગોસ્‍વામી સમાજ ર્ેારા તા. 11/પ થી 19/પ સુધી શિવ મહાપુરાણ વકતા શ્રી મુકેશભારથી બાપુ ઉમરીયા  વાળાના સ્‍વમુખે ચાલી રહેલ છે. આ શિવમહાપુરાણમાં સમગ્ર સાવરકુંડલા તાલુકામાંથી ગોસ્‍વામી સમાજનાં લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શિવમહાપુરાણનું શ્રવણ કરી રહૃાા છે અને કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહૃાા છે. આ શિવમહાપુરાણને પ્રમુખ પ્રકાશગીરી તથા ઉપપ્રમુખ અમીતગીરી ગોસ્‍વામી ર્ેારા સુંદર અને સફળ આયોજન કરી રહૃાાં છે.